ગઝલ
ચાલ દિલની ચાન્દનીને પાળીય
રાતના આ સ્વાનને પંપાળીયે.
પ્રાત:કાળે આવશે ઉગતો સુરજ
દિલ મહીઁ કિરણોના બીબાઁ ઢાળીયેઁ.
દોસતીના તારકો સંઘરી લઈએઁ
ઈર્ષાની સહુ આગને પણ ઠાળીયેઁ.
ચાલવગડે મીઠી બાની બોલીએઁ
કોકિલા ટહૂકેછે આંબા ડાળીયે.
આ સમયની દોરનો વિસ્વાસ શો
સ્નેહની ગાંઠોબધે જઇ વાળીયેઁ.
ચલ’વફા’સપના ની સુની વાડીએ
પાઁદડા મીઠાઁ જરા મમળાવીયે.
_મુહમ્મદઅલી ભૈડુ’વફા’
Posted in ગઝલ