ગઝલ
ભીડના દરબારમા કોને મળુઁ
રેતની વણજઝારમા કોને મળુઁ
લોક કીનારા ઉપર મળતાઁ ડરે
હુઁ હવે મઝધરમા કોને મળુઁ.
મૌનના હોઠોતણી ઝુઁબીશ લૈ
શબ્દની જઁજાળમા કોને મળુઁ.
અજનબી થૈને મળેમિત્રો બધા
ખોખરા સઁસારમાકોને મળુઁ.
સાથમા વરસો રહ્યાપણ નામળ્યા
હુઁહવે પળવારમા કોને મળુઁ.
કોઇ મળતુઁ પણનથી ઘરમા હવે,
તોપછી પર સાળમા કોને મળુઁ.
_ મોહમ્મદઅલી ભૈડુ”વફા”