રણકે ગઝલ- મુહમ્મદઅલીવફા
દર્દનો ભાર હૈયા પર વધે સણકે ગઝલ.
મહેકે કોઇની યાદ ના પુષ્પો રણકે ગઝલ.
હવેતો કયાંથી વસંતી વાયરા પાછા ફરે
સબઁધો કઁટકો થૈને ખુઁપે તણખે ગઝલ.
રદીફ નીલાગણી ને કાફિયા દુ:ભાય જયાઁ,
વજનની અસ્મિતાઓ તૂટતાઁ કણસે ગઝલ.
ઉજાડીદો કોઈના બાગના ભર્યાઁ ભર્યાઁ ફૂલો,
દુ:ખી ની હાય ના રણવગડા પણ જણશે ગઝલ.
સરળ ને સાદી બાની મા ‘વફા’કહીદો મરમ,
સુકાયેલી ધરાના બાળ પણ ભણશે ગઝલ.
15જુન2006
છન્દ:લગાગા,લગાગાગા,લગાગાગા,લગા
(મફાઈલુન,મફાઈલુન,મફાઈલુન,ફઅલ્ )
હવેતો કયાંથી વસંતી વાયરા પાછા ફરે
સબઁધો કઁટકો થૈને ખુઁપે તણખે ગઝલ.
આ પંક્તિઓ ઘણી ગમી. માશાલ્લા ! સરસ ગઝલ બનાવી છે. -સુરેશ જાની
By: Anonymous on June 20, 2006
at 6:10 pm
[...] સરળ ને સાદી બાનીમાં ‘વફા’ કહી દો મરમ, સ… મોહમ્મદ અલી ભૈડુ ‘ વફા’ [...]
By: ધરતી, ધરા, ભૂમિ « સહિયારું સર્જન - પદ્ય on May 25, 2007
at 1:40 am