
એક વત્તા એક—મુહમ્મદઅલી વફા

એક વત્તા એક—મુહમ્મદઅલી વફા
Posted in Gazhal_wafa, poem, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, વેદના ક્યાંથી મળી_મો?a>, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri

ક્ષણની લગોલગ—અઝીઝ ટંકારવી
સદીઓના સબંધ ક્ષણની લગોલગ,
અહીં જિંદગી છે મરણની લગોલગ.
સમય સાગરે ખૂબ ખાધી થપાટો,
હવે મંઝિલો છે ચરણની લગોલગ..
તરસની અમાનત જુઓ સાચવી લે,
અમે શ્વાસ છોડ્યા ઝરણની લગોલગ.
સ્પર્શી જવાઈ લખોટીઓ ત્યાં તો,
પહોંચી ગયાં બાળપણની લગોલગ.
અઝિઝ જિંદગીની અંતિમ ક્ષણે પણ,
ન પહોંચી શક્યા એક જણની લગોલગ.
જ.અઝીઝ ટંકારવીની ઉપરોકત ગઝલની તઝમીન
તઝમીન : ક્ષણની લગો લગ—મુહમ્મદઅલી વફા
જુઓ ઝાંઝવાછે હરણની લગોલગ
અને પ્યાસ બળતી ઝરણની લગોલગ
બધા કાફ્લા આહ રણની લગોલગ
સદીઓના સંબંધ ક્ષણની લગોલગ
અહીં જિંદગી છે મરણની લગોલગ
અમોને મુકદ્દર ની લાધી થપાટો
બધી સાવચેતી ય લાવી થપાટો
તમારી રહમની ઉપાડી થપાટો
સમય સાગરે ખૂબ ખાધી થપાટો
હવે મંઝિલ છે ચરણની લગોલગ
અરે આ સખાવત જુઓ સાચવી લો
અને આ રફાકત જુઓ સાચવી લો
ભલે હો બગાવત જુઓ સાચવી લો
તરસની અમાનત જુઓ સાચવી લો
અમે શ્વાસ છોડ્યો ઝરણની લગોલગ
જરા જયાં ગણાઈ લખોટીઓ ત્યાં તો
કદી વેડફાઈ લખોટીઓ ત્યાં તો
બધે બધ વેરાઈ લખોટીઓ ત્યાં તો
સ્પર્શી જવાઈ લખોટીઓ ત્યાં તો
પહોંચી ગયા બાળપણની લગોલગ
.
કદી બંદગીની અંતિમ ક્ષણેપણ
અને બેકસીની અંતિમ ક્ષણેપણ
તડપતી તડપતી અંતિમ ક્ષણેપણ
અઝિઝ જિંદગીની અંતિમ ક્ષણેપણ
ન પહોંચી શક્યા એક જણની લગોલગ.
Posted in Gazhal_wafa, poem, કવિતા, ગઝલ, તઝમીન, શાયરી, શેર | Tags: ગઝલ, તઝમીન, વેદના ક્યાંથી મળી_મો?a>, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Muhammedali Wafa
અદા સાચવીલો—મુહમ્મદઅલી વફા
Posted in Gazhal_wafa, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Shero shayri
જામ કૈં કાણું હતું—મુહમ્મદઅલી વફા
Posted in Gazhal_wafa, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali wafa's Gujarati poetry, Shero shayri
બાગ બાની હોયના–મુહમ્મદઅલી વફા
Posted in Gazhal_wafa, poem, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa

મીરાં ખામોશ છે—મુહમ્મદઅલી વફા
Posted in Gazhal_wafa, poem, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Shayri, GujaratiGazhal, Muhammedli wafa, Sher, Shero shayri

આખો ભરીને દે—-મુહમ્મદઅલી વફા
આ ઝેરનો છે વાટકો પણ એ કહીને દે,
આ જામ તું સાકી મને આખો ભરીને દે.
મારુંજ એમા નામ હશે જોઈ જરા તું લે,
મૃગ જળ ભરેલા સાગરો થોડા હસીને દે.
ડૂબી અમે જાશું અહીં જો ડૂબવાનું હો,
બસ આંખમાં થોડી સુરા આજે ધરીને દે.
એ પણ મને મંજુર છે પીવા મળે મુજને,
તારી ઉપેક્ષાની ક્ષણો મુજને મઢીને દે.
રે’શે વફા આખર સુધી તારી પ્રતીક્ષાઓ,
તું પણ જરા થોડાં વચન આજે ઘડીને દે.
Posted in Gazhal_wafa, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, વેદના ક્યાંથી મળી_મો?a>, શાયરી, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri

અકારણ સાચવી —મુહમ્મદઅલી વફા
જિંદગી આખી અકારણ સાચવી
છેવટે મળ્યું કશું ?રણ સાચવી
લાજ રાખી જીવ સટોસટ બસ અમે
ઊજડી ચમન અહિ ગયું પણ સાચવી
પા’ણ એ તૂટ્યો નહીં અંતરાયનો
તે છતાં મેં તો મથામણ સાચવી
એ હવે ના માંગશે બે બુંદ જળ
લાખ રાખો આપ મારણ સાચવી
વારતા આખી વફા સચવાય ના
બસ જરા રાખો આ તારણ સાચવી
Posted in Gazhal_wafa, poem, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, વેદના ક્યાંથી મળી_મો?a>, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri
દોરાયલી રેખા મહીં—મુહમ્મદઅલી વફા
તારીજ હદમાં તું અહીં વિસ્તરી શકે
દોરાયલી રેખા મહીં તું ફરી શકે
તારી છબી તું આયને જોઇલે પ્રથમ
ને તે પછી તું અન્યને એ ધરી શકે
તોફાન જો આવે હવાનું અહીં બને
તો વૃક્ષનું કોઈ પણ પર્ણ ખરી શકે
વાતાવરણ આ બાગનું હોયજો માફક
કળિયો તણી અહિ પાંદડીઓ ખિલી શકે
એતો વરસવાનો મૂશળધાર થૈ વફા
તારા મહીં હો હામ તો સંઘળી શકે
Posted in Gazhal_wafa, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri

મ્હેકી નહીં શક્યા—મુહમ્મદઅલી વફા
શિકાયત ને બધા શિકવા અહીં ધર્બી નહીં શક્યા
તમે ખીલી નહીં શક્યાં અમે મ્હેકી નહીં શક્યા
તફાવત એટલો કર્યો તમારા મૌનનાં ડંખે
તમેતો શાનથી જીવ્યા અમે જીવી નહીં શક્યા
હવે ક્યાં કોઈ પણ ઇચ્છા કુંવારીનું દરદ દિલમાં
તમારા ઝાંઝવામાં આ તરસ બોળી નહીં શક્યા
ખબર એની હતી કે એક નોબત આવશે એવી
હલાહલ આંખનું પણ આપનું ઢોળી નહીં શક્યા
પડેલો છે જરા તૂટીને સંબંધોનો અરીસો એ
તમે જોડી નહીં શક્યા અમે તોડીનહીં શક્યા
ઉઘાડા દ્વાર રાખીને અમે બેઠાં હતાં હરદમ
બધી એ શૂન્યની ગાંઠો તમે ખોલી નહીં શક્યા
હતો સાગર ભલા એતો અમે પોતેજ સર્જેલો
અમે બેઠા જઈ તળિયે તમે ડૂબી નહીં શક્યા
વફા વાતો ઘણી કહેવી હતી પણ જીભ ના ચાલી
નજર વાળી તમે લીધી અમે બોલી નહીં શક્યા
Posted in Gazhal_wafa, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Sher, Shero shayri
ડૂબવાની શક્યતા રહી—મુહમ્મદઅલી વફા
ઉન્નત વિચારો ઓઢવાની શક્યતા રહી
પાંખો વિના પણ ઊડવાની શક્યતા રહી
આ મન તણા દરિયા મહીં મોતી ઘણાં વસે
પાણી વિના પણ ડૂબવાની શક્યતા રહી
જો હૃદયનાં ખૂણા મહીં નૂર ચમકે જરા
સૂરજ વિના પણ ચમકવાની શક્યતા રહી
ગહેકી કદી જો જાય મનનો આજ મોરલો
વાદળ વિહિણ પણ વરસવાની શક્યતા રહી
સંસ્કારની ખૂશ્બૂ થકી જગને ભરી દિયો
ફૂલો વિના પણ મ્હેકવાની શકયતા રહી
આ મયકદાનો તું વફા થાતો નહીં અસીર
સાકી વિના પણ ઝૂમવાની શક્યતા રહી
Posted in Gazhal, Gazhal_wafa, poem, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, MuhammedaliWafa, poem, Shayri, Sher
પેપર વેટ છે—એમ..ઝફર
દશા આ કાફિયાની જાણે પેપરવેટ છે
રદીફ ઉભો બિચારો જાણે સબ્જ્યુગેટ છે
ગઝલ બોડી બનીને કેમ આ ફર્યા કરે
વજન શેરો તણું તો ખાસું અપટુડેટ છે
ઘસી નાંખો તમે પણ જોડકણાં થોડા ઘણાં
પ્રસંશા કાજ ઊભેલી આખી સિંડિકેટ છે
બનાવો બ્લોગ ચોરીની ગઝલો તફડંચી કરી
જગતમાં પણ ઘણી ચીજો તો ડુપ્લીકેટ છે
ખરેખર થાબડો પીઠો ચાડિયાઓ તણી
ઉડાડે છે ખગોને ખેતરેથી એ તો ટ્ર્મ્પેટ છે
વિવેચક બ્લોગના ડસ્ટબીનો જોતો નથી
થવા દો આમ જે પણ બન્યું એ ડ્યુએટ છે
ખપાવી દો વિચારો સેકન્ડ હેંડ નૂતન કહી
ભલે આકાર પણ એનો કૈં રસ્ટીકેટ છે
‘ઝફર’ ક્ષમા જરા યાચું આ છંદો ભંગ કરી
કરું શું એ બધું સાલું તો કોમ્પલીકેટ છે
Posted in Gazhal_wafa, poem, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, GujaratiGazhal, M.Zafar, Sher, Shero shayri
ખીલી શકાય ના-મુહમ્મદઅલી વફા
Posted in Gazhal_wafa, poem, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, વેદના ક્યાંથી મળી_મો?a>, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, MuhammedaliWafa, Shero shayri
હ્રદયની ડાળ કૈં લીલી હતી—મુહમ્મદઅલી વફા
Posted in Gazhal_wafa, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Shayri, Sher
દર્દના ભારા વગર—મુહમ્મદઅલી વફા
Posted in Gazhal_wafa, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, Gazhal, Gazhal Gujarati, Muhammdali wafa, poem, Shero shayri
ફકત તુંજ રબ છે-મુહમ્મદઅલી વફા
razia Mirza
shvas.wordpress.com
Posted in Gazhal_wafa, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri
રણકી ગયા હૈયા મહીં-મુહમ્મદઅલી વફા
Posted in Gazhal_wafa, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri
ચણાયા છે લોકો._મુહમ્મદઅલી વફા
Posted in Gazhal_wafa, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, વેદના ક્યાંથી મળી_મો?a>, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri

દવા એ સાથ આપ્યો છે-મુહમ્મદઅલી વફા
Posted in Gazhal_wafa, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri, Wafa
છંદ અને આપણા ગુજરાતી બ્લોગો _ ‘વફા’_
અરબી અને ગુજરાતી ભાષા માઁ ઘણા છં દો સામ્ય ધરાવે છે.એ સુખદ આશ્ચર્ય છે.છં દ અને બહેર ,વજન હોવા છતાઁ બ્લોગર કવિ મિત્રો,એની સદઁતર અવગણના કરી કેમ લખેછે?આવો પ્રશ્ન પૂછવાનો સમય પાકી ગયોછે.પ્રથમ છં દો આવ્યા કે કવિતા આવી? એ પ્રથમ મરઘી કે ઈઁડુ એવો સવાલ છે,અછં દાસ એ કવિતાનો એક સુઁદર પ્રકાર છે. પણ છં દ વગર લખાયલી રચના ને ગઝલ,મુકતક કે નઝમ,સોનેટ,મઁદાક્રાઁતા,ભુજઁગી,સોમરાજી,શશી કે દોઢક ,ઇઁદ્ર વજા છં દ માઁ લખેલી રચના કહી કેમ શકાય ?.અછં દાસ_ અછં દાસ છે. એને બીજુઁ કોઈ નામ આપી નશકાય..અછાંદસ લખવા માટે વધુ ત્રેવડ,સજ્જતાઅને સભાનતાની જરૂરત હોયછે. લાઘવ,ઈશારા કિનાયા, રૂપકો,અલઁકારો ઉપમાઓ અને તિરોધાનની બ્રુહદ સભાનતા હોવી જરૂરી છે.જો આવુઁ ન હોય તો અછાંદસ એક ખબરપત્રીએ તૈયાર કરેલો અહેવાલ બની જાય.. અરબી છં દોમાઁ લખનારા માટે પણ લાલ બત્તી છે.સજ્જ્તાઅને ચિઁતન, મનન અને સુજ્ઞ વાઁચનની સામગ્રી ન હોય તો લાવણી અથવા તૂક બઁધી તૈયાર થઇ જાય.સુરેશ જોશી,ગુલામમોહમ્મદ શેખ, પ્રબોધ પારેખ, લાભશઁકર ઠક્કર,આદિલ મનસુરી,રમેશ પારેખ,મનોજ ખઁડેરિયા વિ.એ અછાંદસ ના વિશ્વ ને સુઁદર આભાઓ બખ્શી છે.આ ફકત ગુજરાતી પુરતી વાત થઈ છે.બંગાળી,ઉર્દુ,હિન્દી,અને યુરોપી ભાષાઓમાઁ તો પ્રચુર સર્જન એના પર થયુઁ છે.હા આપણે લખવાનુઁ શરુ કર્યુઁ એ સરસ વાત છે. પણ સાથે વાઁચવાનુઁ પણ ચાલુ રાખવુઁ જોઈએ.નહીઁ તો પ્રશ્ન પૂછાશે કે બ્લોગરો લેખક કે કવિ થઇ ગયા છે, કે લેખકો અને કવિઓ એ બ્લોગ(વેબ) શરૂ કરીછે.?મારા એક મિત્રે હમણા એક ધારદાર ટકોર કરેલી.ફેમીલી ડૉકટરના ફેમીલી દર્દીઓની જેમ ફેમીલી બ્લોગરોના ફેમીલી પ્રશઁસકોની એક જમાત તૈયાર થઇ રહી છે. હા! દાદ આપવા જેવી રચનાને પણ દાદ ન આપવી એ બૌધિક કંજુસી છે.પ્રીઁટેડ મીડિયા ના સાક્ષરો આ ભય થી સજાણ છે.વિવેચકો પણ આની નોઁધ લઈ રહ્યા છે. ઈંનફોરમેશન ટેકનોલોજીનો વધુને વધુ લાભ સાહિત્યકારોએ ઉઠાવવો જોઈએ.પણ ભયસ્થાનો ની જાણકારી સાથે..વાઁચન,ચિઁતન,મનનની આદત રહેશે તો આ છીપલાઁઓમાથી ઘણા મોતી પાકવાની સઁભાવનાઓ રહેલ છે. સમાન છં દો વિશે થોડી માહિતી આપવી હતી પરઁતુ ‘દાસ્તાને પારીના’ વહી આવી.
બક રહા હુઁ મેઁ જુનુમેઁ ન જાને કયા કયા કુછ ન સમજે ખુદા કરે કોઇ
અથવા
બક ગયા મે જુનુઁ મેઁ ન જાને કયા કયા કુછ તો સમજે ખુદા કરે કોઈ.
ગુજરાતી,અરબીછં દની જાણકારી માટે માટે નીચેનાUrlપર કલીક કરો.
http://jkishorvyas.wordpress.com/2007/01/27/net-pingal-2/
http://bazmewafa.blogspot.com/2007/03/blog-post_04.html
ગુજરાતીમાઁ બ્લોગ પર કેવી રીતે લખવુઁ તે માટે જૂઓ:
http://layastaro.com/
દર્પણ:
દિલ્હીમાઁ આવેલી ચિતલી કબર ના વિસ્તારમાઁથી એક ફકીર જયારે પસાર થતો ત્યારે એક મિસરોગુન ગુનાવતો. “ઈસ લિયે દિલે બેતાબ કો તડપનેકી તમન્ના કમ હૈ”આખો શેર પુરો નહીઁ કરતો.ત્યાઁ ઉભેલા યુવાનોનુઁ ટોળુઁ એને પુછતુઁ કે’કીસ લિયે, કિસ લિયે? ‘ પણ એ ખામોશ રહેતો.નિરૂત્તર ચાલ્યો જતો.એક દિવસે યુવાનોએ એને ઘેરી લીધો. અને છોડ્યો નહીઁ. આજ બતાના પડેગા .કિસ લિયે? કિસલિયે?ફકીરે કઁટાળીને શેર પુરો કર્યો.
ઈસ લિયે દિલે બેતાબકો તડપનેકી તમન્ના કમ હૈ
વુસઅતે દિલ હૈ બહુત વુસઅતે સહરા કમ હૈ”
_મોહમ્મદઅલી ‘વફા’(4માર્ચ2007) વુસઅત = પહોળાઈ(ઉઁડાણના સઁદર્ભ માઁ)
અછાંદસ
દ્વાર પર-મુહમ્મદઅલી ”વફા”
Posted in Gazhal_wafa, poem, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, GujaratiGazhal, Shero shayri
ગઝલને મળ્યાછે-મુહમ્મદઅલી વફા
Posted in Gazhal_wafa, poem, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, GujaratiGazhal, Muhammedali Wafa, Shero shayri
કાગળ લખું_મોહમ્મદઅલી”વફા”
શબ્દનો વ્યપાર આ ફેલાય તો કાગળ લખું.
મૌનની દીવાલ આ ચીરાય તો કાગળ લખું.
લાગણીના મોગરા મ્હેકાય તો કાગળ લખું.
પાન સબંધોના કંઇ લીલાય તો કાગળ લખું.
આ ખડક ફેલાયલો, વરસો થયાં તૂટ્યો નથી ,
વજ્રએ થોડો જરા મીણાય તો કાગળ લખું.
શબ્દની ઈમારતો થઇ ગઇ સંકીર્ણ સહુ,
અર્થની ભંગિમા બધી અંગડાય તો કાગળ લખું.
એમનીઅ આબેકરારી એકાંત મા અશ્રુ વહે.
ભીનપ તમારા નયન મા અંજાય તો કાગળ લખું.
એ છબી. એની સદા રહ્યો સજાૢવવા માં મસ્ત,
આયનો મનનો જરા તરડાય તો કાગળ લખું.
વાઇ ગયાં વર્ષો તણાં વહાણા છતાં કંઇ ના ખબર
સરનામું પરલોક નું શોધાય તો કાગળ લખું
ટેરવાં વિવશ બન્યા એકજ બયાં લખવા “વફા”
એમનો મોહક ઈશારો થાય તો કાગળ લખું.
છંદ
ગાલગા,ગાગાલગા, ગાગાલગા, ગાગાલગા
(ફાઇલુન ,મુસતફઇલુન , ,મુસતફઇલુન , ,મુસતફઇલુન ,)
4જુલાઈ 2005
Posted in Gazhal_wafa, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shayri, Sher
અમારા રાહમા કાંટા બની ભોંકાય દીવાલો.
ઉભય મતભેદની આખરબની અંતરાય દીવાલો.
પડી ગઇ સ્નેહ ધારાની ઘણીયે ખોટ પાયામા,
ખરે તેથીજ કઁઇ હૈયા તણી તરડાય દીવાલો.
નિરવતા શૂન્ય ભરખે જ્યારે ઘર તણો કલરવ,
મને એ મૌનનુ મૂખ ચીરતી સંભળાય દીવાલો.
કદી શબનમ બની વરસી અમારી દિલ કળી ઉપર,
તમારે સ્નેહ ઝરણે ગમ તણી ધોવાય દીવાલો.
રહે સાન્નિધ્યામા હરદમ છતાઁ કોમળતા નહીઁ પ્રગટી,
મને આ પૂષ્પ કંટક વચ્ચે પણ દેખાય દીવાલો.
તમારી યાદ શુઁ આવી તિખારાઓ ભરી લાવી,
નયનમા યાદની ભીને બની પડઘાય દીવાલો.
અને એ ક્રુરતા માનવ તણી જ્યારે નિહારે છે,
“વફા” ત્યારે ઘણી વેળા બહુઁ શરમાય દીવાલો.
મોહઁમાદ અલી ભૈડુ”વફા”
છઁદ:લગાગાગા, લગાગાગા, લગાગાગા, લગાગાગા
(મફાઈલુન, મફાઈલુન, મફાઈલુન, મફાઈલુન,)
હઝજ છઁદ(16 અક્ષ્રરી)
Posted in ગઝલ | Tags: ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, GujaratiGazhal, Muhammedali Wafa, Shero shayri
વાતો લખીહશે. – મુહમ્મદઅલી વફા”
ખરેલા પાંદડાપર કેટલી વાતો લખી હશે.
હવાની આંગળી શું સાવ કઈઁ છાની રહી હશે.
બધા આ ઓસબિઁદુઓ નકામા થૈ વહી જતે,
એ મોતી ઝીલવા કાજે ફુલે છાતી ધરી હશે.
જરા શીરા અને ધમની તણા ધબકાર ને પુછો;
તમે જે વાવણી એ આગની હૈયે કરી હશે.
ક્ચકડામા મઢું લાવી છબીતારી હવે કયાંથી;
કદી જે પાંપણોની પોયણીમા જઇ ઢળી હશે.
હતોતુ સાવ હૈયાના સમીપે સ્વાસના સરખો;
છતાં દીવાનગી મારી “વફા”ક્યાંકયાં ભમી હશે.
મોહંમદઅલી ભૈડુ”વફા”
લગાગાગા,લગાગાગા, લગાગાગા,લગાગાગા
(મફાઈલુન, મફાઈલુન, મફાઈલુન, મફાઈલુન)
હઝજ છંદ (16 અક્ષરી)
Posted in Gazhal_wafa, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri
Posted in Gazhal, Gazhal_wafa, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, Gujarati Gazhal, MuhammedaliWafa, Varsha
નકર -મુહમ્મદઅલી વફા
Posted in Gazhal, Gazhal_wafa, poem, કવિતા, ગઝલ | Tags: ગઝલ, મોહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Muhammedali Wafa
ખબર નથી_મુહમ્મદઅલી વફા
Posted in Gazhal_wafa, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa
વ્યાકુળ કંઠે તીવ્ર થઇ શેકાય છે તૃષા,
કઁઇ ઘૂઁટડા એ વેદના પીજાયછે તૃષા
ત્રુષિત હ્રદયની આંખમાઁ છઁટ્કાયછે તૃષા.
રણમાઁ જતાઁ એ ઝાંઝવે ઉભરાયછે તૃષા.
એહો હરણનાઁ કઁઠમાઁ ,ચાતક તણી આંખે,
અંગાર થઇને બેઉ માઁ વેરાયછે તૃષા
પ્રતીક્ષા તણી નાજુક કળીઓ ની બખોલમાઁ,
મોતી મહેકના શોધતી પડઘાયછે તૃષા
આ વિરહ રાતે , મુજ ખૂનના કાંઠે વહી જઇને,
હૈયા તણા આ જામમા ઘૂઁટાયછે તૃષા.
વરસો સતત મેહુલથઇ મારા’વફા’ દ્વારે,
બેચાર બુઁદ માઁ કયાઁ ‘વફા’ છીપાયછે તૃષા
*,
(1967)
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, શાયરી, શેર, Gujarati Gazhal, Muhammedali Wafa
Posted in Gazhal_wafa, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Muhammedali Wafa, Shero shayri
દ્વાર પર- મુહમ્મદઅલી વફા
Posted in Gazhal_wafa, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa
फूलकी पत्तीसे कट सकता है हीरे का जिगर
मर्दे नादांके लिये कलामो नर्मो नाझुक बे असर.
(भर्तु हरी, अल्लामां डॉ.मोहमद ईकबाल की
जबांसे)
जानता हुं_मोहंमदअली’वफा’
(15एप्रील007)
Posted in Gazhal_wafa, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, શાયરી, શેર, Muhammedali Wafa, Urdu Gazhal
जलने दे मेरे दोस्त_मुहम्मददअली’वफा’
Posted in Gazhal_wafa, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: उजड गये गुलशन सभी, ગઝલ, Muhammedali Wafa, Sher, UrduFazhal
નિસાસા __ મુહમ્મદઅલી વફા
Posted in Gazhal_wafa, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa

દરિયો
ફેંદ્યા કરે આખું જગત વ્યહવારનો દરિયો.
તર્યા કરે લઈ ને દરદ અંગારનો દરિયો.
મોતી ભરી મરજીવો કો ત્યારે કદી નીકળે,
પી જાયજો તે વિષ તણો સંસારનો દરિયો.
આખા જગતની રુદ્રતા ખુદમાં સમાવી લે,
તેથી સતત દેખાય છે ભેંકારનો દરિયો.
સરિતા બની મીઠાં બધાં જળ ઠાલવી દીધાં
જનમો જનમ રહ્યો છતાં તું ખારનો દરિયો.
વરસી અમે જ્યારે પડયાં ટીપાં તણાં વેશે
ત્યારે જુઓ બન્યો અહીં આ પ્યારનો દરિયો.
સૂરજ ઉઠાવી લઇ જશે સંધ્યા તણો અશ્વાર
રહેશે કણસતો આ ‘વફા’ અંધારનો દરિયો.
(7 ઓકટો..2007)
‘દરિયો’વિષય પર અન્ય રચનાઓ વાંચવા કલીલ્ક કરો:
Posted in Gazhal_wafa, poem, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: ગઝલ, વેદના ક્યાંથી મળી_મો?a>, શેર, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa, Shero shayri
આંખો ઉપર લખ્યું—મુહમ્મદઅલી વફા
પલકો ઉપર લખ્યું અને પાંખો ઉપર લખ્યું.
સંદેશ જયાં છાનો હતો આંખો ઉપર લખ્યું.
કાગળ અને દીવાલ પર લખવું હતું મારે,
છોડી અમે સૂરજ કિરણ , રાતો ઉપર લખ્યું.
સૌંદર્ય તણા પેગામને ફેલાવવા માટે,
ટપકું તલો નું છીનવી, ગાલો ઉપર લખ્યું.
થોડો સમય રંગ રૂપની છોળો ઉડી જાશે,
ભરખી જશે આ પાનખર,બાગો ઉપર લખ્યું.
તૂટી જવાની તું ય છે પીને લહૂનો મય,
એવું કવન તલવારની ધારો ઉપર લખ્યું.
ખુલ્લા રહીને તુજ સફર થાશે અહીં તારી,
છોડી હવે તું દે મમત હાથો ઉપર લખ્યું.
સચવાઇ અહીં જો તું રહે તો ઠીક છે વફા,
આખું ચમન ભડથું થશે, તારો ઉપર લખ્યું.
Posted in Gazhal_wafa, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Shero shayri
શબ્દો-મુહમ્મદ અલી’વફા’
કેટલા છે આ બધા ચર્ચાયલા શબ્દો
મૌનની આંખો મહીં ખડકાયલા શબ્દો
તૂટવાના તારલાની ડાળકીથી એ
ક્ષીણ ,પોલા, હોઠથી છોલાયલા શબ્દો.
વારતાના ચોસલે ઊભા અદબથી એ
બાળપોઠી માં સડે રઘવાયલા શબ્દો
હોય ગાલિબ ની ગઝલ દોહા કબીર તણા
આવશે ભાવો મહીં ખોવાયલા શબ્દો..
વાગશે પાષાણ સમ ઘાવો કરી ઊંડા
દુશ્મનીની ગોફણે ફેંકાયલા શબ્દો
સાચવી લીધા અમે ગઝલો તણે ઝરણે
ધોધ થઇ સાગર મહીં ધર્બાયલા શબ્દો
ગોદમાં શાયર તણી બેસે નિરાંત લઇ
ભર બજારે આ ‘વફા’ નંદવાયલા શબ્દો
13જુલાઈ2008
Posted in Gazhal, Gazhal_wafa, poem, કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, શબ્દો-મુહમ્મદ અલી’વફા’, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa

ગૌરવ બચાવો હવે..—મુહમ્મદઅલી વફા
નફરત તણું વિષ ક્યાં તમે વાવો હવે
ગંગા બને તો પ્રેમની લાવો હવે.
આ ખૂનની હોળી હવે રોકો ભલા
ઇન્સાનિયતનું ગૌરવ બચાવો હવે..
માનવ થશે.
સિંહ પણ થાશે ઘણા ,ને કોઇ તો રાવણ થશે
જો બધા હેવાન હો, તો કોણ અહિ માણસ થશે ?
રાત નો અંધકાર જો વીંટી બધા ચાલે અહીં
કોણ દીપક અહિ બને ,ને કોણ અહિ ફાનસ થશે?
કેમ રગડોળો તમે માનવ તણા ઉદ્યાનને
જો બધા દાનવ થશે, તો કોણ માનવ થશે?
શોખ રણ વગડા થવાનો હોય કો’ને ભલે
કોઇ તો દરિયો થશે, ને કોક તો સાગર થશે.
ને વફા તું પણ હવે ડૂબતો ના વાદમાં
તું થશે જો વિષ અહિ તો, કોણ આ મારણ થશે?.
Posted in કવિતા, ગઝલ | Tags: ગઝલ, ગૌરવ બચાવો હવે..—મુહ, Muhammedali Wafa

બોલ—મુહમ્મદઅલી વફા
બોલ! ક્યારે જબાં આ ખોલશે?.
બોલ ! કયારે તુ સાચું બોલશે?.
બોલ! માણસની ય કીમત ખરી?
બોલ! ક્યાં જઇ તુ લોહી ઢોળશે?.
બોલ!કોઈ ધરમ તારો ખરો?
બોલ!કોઈ કરમ તારો ખરો?
બોલ! ક્યાંથી અદાવત તેં ગ્રહી?
બોલ! ગુસ્સો નરમ તારો ખરો.?
બોલ !કયાંથી તુ જાનો લાવશે?
બોલ!કોણ આ કરમથી ફાવશે?
બોલ! શું બોલશે? તુ લોકમાં?
બોલ! આ આગને ક્યાં ઠારશે?.
બોલ ! આંખો કદી મળશે ખરી?
બોલ! કરૃણા નદી વહેશે ખરી?
બોલ! નફરત તણા બીજો થકી
બોલ !પ્રણય કથા ફળશે ખરી?
બોલ! વિશ્વાસ ક્યાં કરવો હવે?
બોલ! આ હાથ ક્યાં ધરવો હવે?
બોલ!આંખો બધી તકતી ફરે,
બોલ! આપ્રેમ કયાં ભરવો હવે.?
બોલ! જખમો તણી યાદી ઘણી
બોલ! વિશ્વાસની ખૂશ્બૂ ઘટી.
બોલ! જાશે ચમનમાં કોઈ પણ?
બોલ! કંટક તણી ઇજ્જત વધી
બોલ! દોસ્તો પણ અગન થઇ ગયા
બોલ! જો ભાઇ દુશ્મન થઇ ગયા
બોલ! લાવીશ કહે કયાંથી ‘વફા’
બોલ!આ દૂર સ્વજન થઇ ગયા.
(‘બોલ’શબ્દ પ્રયોગ ફૈઝ અહમદ ફૈઝની નઝમના સૌજન્યથી)
Posted in કવિતા, ગઝલ, નઝમ | Tags: કવિતા, ગઝલ, નઝમ, બોલ—મુહમ્મદઅલી વફા, મસ્નવી, Bol, Gazhal Gujarati, Gujarati poetry, Muhammedali Wafa

ભીંતો ઉપર ચીતરે —મુહમ્મદઅલી વફા
ચર્ચાય એ કેવાં ગયા ચોરે અને ચોતરે.
નામો હવે લોકો બધા ભીંતો ઉપર ચીતરે.
ને ઢોંગ પણ કરતા રહ્યા કાંચો તણી ભીત પર
એ આયનાની જાત પણ નિશ દિન તને છેતરે.
લોકો કહી વેણો કટું ચાલ્યા જશે ઘર બધા
બેસી તમારી પાંસમાં નિજનાજ સહુ વેતરે.
સૂરજ ફરી સાંજે જુઓ તાળી તને દઇ ગયો
એની જરૂરત જ્યાં પડી છૂપી ગયો ભેખડે.
જો હોય ના હૈયા મહીં કોઇ પણ લગન ‘વફા’
રેતી ઉપર આ નામ ક્યાં આવી બધા કોતરે.
કોને કહું ?મુહમ્મદઅલી વફા
થીજવા આવી વ્યથા કોને કહું ?
આહ આ બળતી કથા કોને કહું ?
તેં પતંગાની કરી ફરિયાદ પણ
ખુદ રહી બળતી શમાં કોને કહું ?
ખીલવાદેને હજી એ છે કળી
જોરથી ચાલે હવા કોને કહું ?
એ બિચારો ઈશ્કનોજ બિમાર છે
વિણ ચિકિત્સા લે દવા કોને કહું ?
મેં ગઝલમાં દર્દ મારું રેડયું
નાદથી ગાજી સભા કોને કહું ?
આયનામાં જોઇ લે તારી છબી
એ હવે નિરખે અદા કોને કહું ?
હોઠથી જે હું વદું એ છે સહજ
કાળજે બળતી સદા કોને કહું ?
કાન તો લઈને ફરેછે માણસો
સાં ભળે ના હક જબાં કોને કહું ?
ગાજર પિપૂડી ‘વફા’ કયાં વાગશે?
કોણ દે હકની અજાં , કોને કહું ?
અર્થ સંદર્ભ:
સદા=અવાજ, હક=સત્ય, અજાં=બાંગ,પૂકાર
Posted in Gazhal_wafa, કવિતા, ગઝલ | Tags: કવિતા, કોને કહું ?મુહમ્મદઅલ
ભીંજાયને રડ્યાં- મુહમ્મદઅલી વફા
મહોબ્બતમાં ઘણી વેળા અમે ભીંજાયને રડ્યાં
ઘણી એવીય તક આવી અમે વીંટળાયને રડ્યાં
પહાડો દર્દના પણ પીગળે, આંસુ તણા ટીપે
કરી યાદો વતનની શામને ગુંગળાયને રડ્યાં
કદી રડ્યાં અમે સ્વજન તણી કબ્રો સમીપે જઇ
કદી તો એમની યાદો મહીં ધર્બાયને રડ્યાં
અમારા ચમનથી જ્યારે અમે છૂટા થયા ત્યારે
ચમનના ફૂલ કાંટાને અમે વિંટાયને રડયાં
સુકી થઇ છે બધી જોને નદી આ લાગણીઓની
અમે રડ્યાં સમંદર સમ બસ ઉભરાયને રડ્યાં
રડીલે ખુદપહાડો પણ નદીઓનો પિતા છેને
અમે પાષાણની ભીનાશમાં અઠડાયને રડ્યાં
રડે છે એમતો લોકો છતાં ભીની નથી આંખો
’વફા’ આ શૂષ્ક આંખોથી અમે શરમાયને રડ્યાં
Posted in કવિતા, ગઝલ | Tags: કવિતા, ગઝલ, ભીંજાયને રડ્યાં- મુહ
પધારો પધારો- મુહમ્મદઅલી વફા
અમારો ના આરો ન કોઈ કિનારો
હવે ક્યાં રહ્યો છે ?કોઈ પણ સહારો
હવે આશા ફૂલો તણી કયાં કરોછો?
બધેબધથી લૂટી તમે તો બહારો
ગુલોની હો ક્યારી, રણોના ઘરોંડા
અમારું નિમંત્રણ પધારો પધારો
.
હ્રદયનો આ દીપક ચમકશે સદાયે
અમોને ના સમજો ખરેલો સિતારો
વફા દિલનો અગ્નિ હવે ક્યાં બુઝાશે?
સળગતો પડ્યો એક છાનો તિખારો.
Posted in કવિતા, ગઝલ | Tags: કવિતા, ગઝલ, પધારો પધારો- મુહમ્મદ, Gujarati poetry
તમે રોકાઇ ના શક્યા—-મુહમદઅલી વફા
અમારા આંસુઓ જોવા તમે રોકાઇ ના શક્યા
અમોને અલવિદા કે’વા તમે રોકાઇ ના શક્યા
બધા હાથો કરીઉંચા રડીઉઠ્યા દુઆઓમાં
દિલાસો પણ જરા દેવા તમે રોકાઇ ના શક્યા
બધા શોધે હવે તમને તમારા શબ્દ ચિત્રોમાં
મિલનનો રંગ પણ ભરવા તમે રોકાઇ ના શક્યા
તમે જર્સી તણી માટી ભરી લીધી વદનના પર
વતનની ધૂળને મળવા તમે રોકાઇ ના શક્યા
સદાયે ખીલશે ગુર્જર ગિરામાં કાવ્ય ના ફૂલો
ગઝલના સાગરે તરવા તમે રોકાઇ ના શક્યા
તમે કિત્તા બધા તોડી સિધાવી ક્યાં ગયા ‘આદિલ’
અમારૂં જામ કોતરવા તમે રોકાઇ ના શક્યા
જરા તૂટી જતાં શ્વાસો તણા આ તાંતણા નાજુક
‘વફા’ પાછું ફરી જોવા તમે રોકાઇ ના શક્યા


Posted in ગઝલ | Tags: કવિતા, કોઈક ભગત સિંહ—મુહમ્મદઅલી વફા, ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa
નિરવ ખંડેરના પડઘા—-મુહમ્મદઅલીવફા
તમારા શબ્દના કાંટા હજી વર્ષો સુધી રે‘શે
મળેલા ઘાવ આ તાજા હજી વર્ષો સુધી રે‘શે
સુકાઈ ગઇ બિચારી ડાળ ચંપાનીય પતઝડમાં
દરદનાં ઝાંખળાં લાંબા હજી વર્ષો સુધી રે‘શે
તમારી યાદનાં પૂષ્પો બને સંકોળી લે જીવન
કથાના તાડ આ લાંબા હજી વર્ષો સુધી રે‘શે
સમયનો ભાર ઝીલીને થયા ખાંગા બધા કિલ્લા
નિરવ ખંડેરના પડઘા હજી વર્ષો સુધી રે‘શે
જડાયી પંચતારકમાં અમીરોની બધી ભૂખો
ગરીબીનાં વિકટ ફાકા હજી વર્ષો સુધી રે‘શે
Posted in ગઝલ | Tags: અશકત ખંડેરના ધાબા—મુહમ્મદઅલી વફા, કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Shero shayri

કદી વિષના કટોરા—- મુહમ્મદઅલી વફા
ન જાણે દ્રશ્ય કેવું એ નજરમાં હોય છે
તમામ ઉમર મુસાફર તો સફરમાં હોય છે.
ન જાણે કેમ મીરાં ગટગટાવી ગઇ જુઓ
નશો શાયદ બને કડવા ઝહરમાં હોય છે
મઝા જે એમને અફવા મહીં બસ આવતી
મઝા એ કયાં ભલા સાચી ખબરમાં હોય છે.
કહો કોણ સમજાવે ઘાયલ પંખીને હવે
ઉડે ઇચ્છા ગગન પર પગ કબરમાં હોય છે.
મળેછે કયાં હમેશા મદ ભરેલ નશો વફા
કદી વિષના કટોરા એ અધરમાં હોય છે.
Posted in ગઝલ | Tags: કદી વિષના કટોરા---- મુહમ્મદઅલી વફા, કવિતા, ગઝલ, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Shero shayri
છતાં પડઘા તમારી યાદનાં—મુહમ્મદઅલી વફા

Posted in કવિતા, ગઝલ, છંદ | Tags: કવિતા, ગઝલ, છંદ, છતાં પડઘા તમારી યાદનાં—મુહમ્મદઅલી વફા, Gujarati Gazhal, Gujarati poetry, Shero shayri
ગુલાંટ ચીતરે—-મુહમ્મદઅલી વફા
વાંદરો શબ્દના વળાંક ચીતરે
શબ્દમાં પ્રથમ એ ગુલાંટ ચીતરે
ડાળખી, ઝાડ, છાપરુંય દોરતો
કાગળો ઠોકતો, ધબાક ચીતરે
છંદ બંદો તણી લગીર ફિકર નહિ
દિલ તણો બાદશાહ મિજાજ ચીતરે
હાથમાં આવતાં ફળો તણાં ઢગલા
નાચ કૂદો કરી અઝાબ ચીતરે
નિસરણી પણ મળી અછાંદસો તણી
ગઝલ છંદ ચગદી મઝાર ચીતરે
કરતબ કરે નવા ઉજાડવા ચમન
હાથમાં કંટક લઇ ગુલાબ ચીતરે
શેકસપીયરના થોડા વાક્યો ‘મર્ચંટ ઓફ વેનિસ’ માંથી થોડા પરિવર્તન સાથે—-તારીકઅલી
હું એક ફલસ્તીની છું
મારી પાંસે ફલીસ્તીની આંખો નથી
મારી પાંસે ફલીસ્તીની હાથો નથી
અવ્યવો,ઇન્દ્રિયો,પરિમાણો,આવેશ,જુસ્સો
એકજ પ્રકારના આહારથી પોષાય છે
એકજ પ્રકારના હથિયારોથી જખ્મી થાય છે
એકજ પ્રકારનાં રોગથી પિડાય છે
એકજ પ્રકારની દવાથી રૂઝાઈ છે
એકજ શિયાળા અને ઉનાળાથી શીતળ અને હુંફાળું થાય છે
હે યહુદીઓ! તમે અમને કતલ કરો
ત્યરે શું રકત નથી વહેતું?
ગલીપચી કરો તો અમે નથી હસતા?
જ્યારે તમે અમને વિષ ધરો છો,ત્યારે અમે નથી મરતા?
અને જ્યારે તમે અમારા ઉપર જુલમ ના પહાડ ખડા કરીદો છો,
તો અમારે વેર ન વાળવું?
જો અમે બીજા બધા વિષયમાં તમાર જેવાજ હોય તો
અમે એબધામાં તમાર જેવાજ બની જશું
આ દૃષ્ટતા તેં અમને શીખવાડી છે
અમે અમલ કરીશું
અને તે વિષમ રહેશે
પણ અમે સિંધ્ધાંતને વળગી રહીશું
(અંગ્રેજીમાંથી અનુવાદ-વફા)
Tariq Ali (Arabic: طارق علی) (born October 21, 1943) is a British-Pakistani historian, novelist, filmmaker, political campaigner, and commentator.[1][2] He is a member of the editorial committee of the New Left Review and Sin Permiso, and regularly contributes to The Guardian, Counterpunch, and the London Review of Books.
He is the author of “Can Pakistan Survive”, Pirates Of The Caribbean: Axis Of Hope (2006), Conversations with Edward Said (2005), Bush in Babylon (2003), and Clash of Fundamentalisms: Crusades, Jihads and Modernity (2002), “Banker for All Seasons” and the recently published “Duel”.
Posted in અછાંદસ | Tags: અછાંદસ, મર્ચંટ ઓફ વેનિસ’ ----તારીકઅલી

થોડો સાથ આપો તો—અહમદ ફરાઝ(સદગત ઉર્દૂ કવિ)
કઠણ છે રાહ ગુઝર, થોડો સાથ આપો તો.
વિકટ છે ખૂબ સફર, થોડો સાથ આપો તો.
તમામ ઉમર મળે કયાં? સાથ કદી દિલબરનો
મને છે એય ખબર, થોડો સાથ આપો તો
નશામાં ચૂર છું અને તુજને ય હોશ ક્યાં?
થશે ખૂશ દિલ અગર, થોડો સાથ આપો તો
.
ફકત આ રાતનું મિલન પણ છે ઘણું આનંદિત
પછી કોને રહે ખબર, થોડો સાથ આપો તો
.
હજી પણ છે જિવંત દીપક માર્ગના સહુ
હજી છે દૂર સહર, થોડો સાથ આપો તો.
તવાફ અનંત પ્રિયતમ ના ઘર તણો કરશું
ફરાઝ થોડીક ડગર, થોડો સાથ આપો તો.
(ઉર્દૂમાંથી અનુવાદ)
રાહ ગુઝર= માર્ગ
તવાફ= ફેરા ફરવા,ચક્કર લગાવવા
જોને ગયાં પાનાં ફરી ઈકરારનાં વફા.
બીજી તરફ છે પાંદડા ઇનકારનાં વફા.
પાળી તમે કરશોય શું એવા પરીંદ ને,
ના હોય જેમાં પીંછ કોઈ પ્યારના વફા.
બોદા બધા યે ખંજરો ને,તીર થઇ જ્શે,
મળ્યાં અમોને બાવડાં રણકારના વફા.
પીળી હથેળી સૂર્યની પણ કયાં સુધી બળે,
ફરશે પછી સર્પો બધા અંધકારના વફા.
તારે અહીં મોતી બની વિંધાવવુ પડશે
છે આ ફટકિયા દોસતો પળવારનાં વફા.
આંખો અહીં ભીજાવવાની કોઇ પણ નથી,
આતો બધાં છે ઝાંઝવા વ્યહવારનાં વફા.
તું પણ ‘વફા’આ વાહ થી ના ખેલતો કદી
એતો રમકડાં છે બધાં લાચારના વફા
પરીંદ=પક્ષી
Posted in કવિતા, ગઝલ, છંદ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, છંદ, રણકારના વફા_મુહમ્મદઅલી વફા, Gujarati Gazhal, Gujarati poetry, Gujarati Shayri, Muhammedali Wafa

આંખનો દરબાર સૂનો થઇ ગયો**મુહમ્મદઅલી વફા
પ્યારનો વિસ્તાર સૂનો થઇ ગયો
આંખનો દરબાર સૂનો થઇ ગયો
આગને કોઈ હવા દેતું નથી
દર્દનો અંગાર સૂનો થઇ ગયો
જે મિલન અંગત હતાં તે પણ ગયાં
પ્રેમનો વ્યાપાર સૂનો થઇ ગયો
યાદ તારી જ્યારથી મેં છે ત્યજી
આ બધો સંસાર સૂનો થઇ ગયો
ને ‘વફા’ એના તરફ બસ મીટ છે
ખોખરો વ્યહવાર સૂનો થઇ ગયો
Posted in કવિતા, ગઝલ, છંદ, શાયરી, શેર | Tags: 'Gujarati Shayeri, આંખનો દરબાર સૂનો થઇ ગયો**મુહમ્મદઅલી વફા, કવિતા, ગઝલ, છંદ, Gujarati Gazhal, Gujarati poetry

મોમિન ના એક શેર પર તઝમીન-વફા
સાકી કહે છે એવા શરાબીને સો સલામ,
આંસુ ભરે છે જામમાં જ્યારે સુરા નથી
_મોમિન
તઝમીન_વફા
દિલથી દઉં એની સુરાહીને સો સલામ.
એની નજર ની એ પયાલીને સો સલામ.
એના હ્રદય ગુલની ગુલાબી ને સો સલામ
સાકી કહે છે એવા શરાબીને સો સલામ,
આંસુ ભરે છે જામમાં જ્યારે સુરા નથી.
ગઝલ

શબ્દો ડર્યા હશે—મુહમ્મદઅલી વફા
ઓળા બધા રાતો તણા ખંધું હસ્યા હશે
શ્વાનો ઘણા ઈર્ષા તણા જૂઠું ભસ્યા હશે
થોડા થયા ઊંચા જરા કાતર ત્યાં તો ફરી
આ છોડવા બોંસાઇના થોડા વધ્યા હશે
બેસો નહીં રસ્તા ઉપર ચડશો હડફેટમાં
એ રીતના કૈં કેટલા માસૂમ મર્યા હશે
આ લાકડી અંધકારની જાણે સર્પો ફરે
આ મૌનના જંગલ મહીં શબ્દો ડર્યા હશે
પત્થર તણી આ ચોટને એ ના શક્યા ખમી
તેથીજતો આ ફળ ઘણાં કાચાં ખર્યા હશે
શર્મો હયાની ભીંત વચ્ચે આવી ‘તી વફા
હોઠો ઉપર તો સર્વનાં નામો લખ્યાં હશે
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, મુહમ્મદઅલી વફા, શબ્દો ડર્યા હશે—મુહમ્મદઅલી વફા, શેર
ગઝલ
ચરણ શોધે છે—મુહમ્મદઅલી વફા
હવે એ રોજ યાદોના રણ શોધે છે
અને ભુંસાયલા એના ચરણ શોધે છે
સમયની આગ પણ જાશે શમી નિશ્ચે
નકામો કેમ પાણી શરણ શોધે છે.
ફરેછે લોક પાણીની પરબ સાથે
હવે તો ઝાંઝવાં પણ હરણ શોધે છે.
કળીને સાથ મળ્યો છે હવાઓનો
ગુલો ઈચ્છાતણાં આવરણ શોધે છે
સમયના જંગલે છૂપાઇને રહ્યો.
તને ચિંતા ‘વફા’ કે મરણ શોધે છે.
અનિષ્ટતાનું મહોરું- બ્રેટોલ્ત બ્રેખ્ટ(જર્મન કવિ)
મારી ભીંત પર એક જાપાની શિલ્પ લટકી રહ્યું છે
એક અનિષ્ટ પિશાચનું શિલ્પ
સોનાના પાણીથી મઢેલું
હું એને દયાજનક રીતે નિહાળું છું
એના કપાળની સૂજેલી નસો
એની ચાડી ખાય છે કે
અનિષ્ટ હોવું એ કેટલું કષ્ટ દાયી છે
સવારે અને રાત્રિ સમયે વાંચવાની કવિતા.
મારા પ્રેમે મને કહ્યું છે કે
મારી એને ઘણી જરૂરત છે
એટલા માટે હું મારી જાતની પૂરતી કાળજી લઉં છું
એની તકેદારી રાખું છું કે હું કયાં કયાં જાઉં છું
મને એની ભીતિ રહ્યા કરે છે કે
કદાચ વર્ષાનું એક ટીપું મારી જિંદગીને
ખતમ કરી ન નાંખે
(અનુવાદ:વફા)
ગઝલ: દિશા શોધતો રહ્યો—-મુહમ્મદઅલી વફા
ભૂલો પડેલો રણમાં દિશા શોધતો રહ્યો
ડૂબી જતો પાણીમાં હવા શોધતો રહ્યો
ખંડેરમાં ખોવાઈ બધી વારતા જૂની
પાના ઉપર જૂના એ મતા શોધતો રહ્યો
આ જિંદગીના સહુ પાંદડા જીર્ણ છે પડ્યાં
અંધાર ના પેટાળે શમા શોધતો રહ્યો
રખડે બધી વાર્તા ઊપહાસો તણા ઘરમાં
ખોવાયલી જૂની એ કથા શોધતો રહ્યો
દરિયા મહીથી સોય પણ શોધી શકાય છે
એ બે વફાના ગામે વફા શોધતો રહ્યો
Posted in કવિતા, ગઝલ, છંદ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, ગઝલ: દિશા શોધતો રહ્યો----મુહમદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Muhammedali Wafa
હૃદયનું પરિમાણ—નિદા ફાઝલી
નાસી છૂટતું પ્રભાત
જાગ્રત રાત્રિઓ
અજાણ પ્રવાસી
દિશા વિહીન માર્ગો
કાયાથી દૂર
દેહના ચરણો
પોતાની દ્ર્ષ્ટિથી
અલગ આંખો
હ્રદય ત્રાજવું
દિમાગ વ્યપારી
મુખની અંદર
જીભ બજારી
બિન આવશ્યક
આવશ્યકતાઓની ગણતરી
મનુષ્ય મનુષ્યથી
વ્યપારીકરણ
સર્વે દિશાએ
યંત્રોનો ઘોંઘાટ
અને ઘરમાં
ધરતી હાટ બની રહી છે
(મૂળ ઉર્દૂ પરથી અનુવાદ—વફા)
કોમી એકતાઅને ગંગા-જમની સંસ્કૃતિના પ્રણેતા ઉર્દૂ કવિ નઝીર બાનારસીની સ્મૃતિમાં કાશીમાં એક બેઠક
કુછ મુસલમાન હૈ જિન્હેં શક હૈ હિન્દુ તો નહીં
હિન્દુઓંકો તો યકીં હૈ મુસલમાન હૈ નઝીર
આ શે’રના સર્જક અને હિન્દુ મુસ્લિમ એકતાના મહાન હામી અને પ્રખર કવિ નઝીર બનારસીની એક સોમી વર્ષગાંઠ પર બનારસમાં એક મિલન ગોઠવાયું હતું.જે મિલનમાં એમના પ્રશંસકોએ કહ્યું કે , કોમી વૈમનસ્ય અને અલગતાવાદથી પીડાતા જમાનામાં , નઝીર બનારસીની નઝમો અને રચનાઓ આવા યુગથી છુટકારો અપાવનારી અને મલમનો કામ કરેછે. એકતા અને સુમેળનો માર્ગ સરળ બાનાવે છે.નઝીર અહમદ ઉર્ફે નઝીર બનારસી નો જન્મ બનારસની પાંડેહવેલીમાં 25નવેંમ્બર1909માં તે વખત મશહુર હકીમ નુરમોહમ્મદના ઘરમાં થયો હતો.એમનેએ વંશીય રીતે હકીમ હોવાની સાથે વંશીય બાનારસી હોવાનું સદભાગ્ય પણ પ્રાપ્ત હતું.
આરંભ કાળમાં નઝીર સાહેબે તબીબી વ્યવસાય અને કાવ્ય સર્જન બન્ને કામ સાથે નિભાવ્યાં.અને તે પછી .એમની શાયરી આગળ નીકળી ગઈ,અને ઔષધોપચાર પાછળ રહી ગયો..અને તે દેશના ઉચ્ચ કક્ષાના શાયર બની ગયા.
ફકતબાર- તેર વર્ષની નાની વયે એમણે પ્રથમ નઝમ રચી, ને સંભળાવેલી.તે પછી એમનું કાવ્ય ગગન ઉંચાઈઓમાં વિહરતું અને વિસ્તરતું ગયું.
નઝીર બાનરસી શાયરીને ફકત સાહિત્ય નહીં ,દેશની પણ એક મહા સેવા સમજતા હતા.આજથી પચાસ વર્ષો પહેલાં પણ નઝીર સાહેબ ગંગાની અસ્વચ્છતાથી ઘણાં દુ:ખી હતા.એમણે પોતાની વેદના આ રીતે કાવ્યમાં વ્યકત કરી.
ડરતાહું રૂક ન જાયે કવિતાકી બહતી ધારા
મૈલી હૈ જબસે ગંગા મૈલા હૈ મન હમારા
કીસ આઈનેમેં દેખે મુંહ ચાંદ તારે
ગંગાકા સારા જલ હો જબ ગંદકીકા મારા
એમને દેશના નવલોહિયાઓને ગંગાને પવિત્ર અને ચોક્ખી કરવાની હાકલ કરેલી.
નઝીર સાહેબે કોઇ પણ સંગઠન સાથે કદી ઘરોબો રાખ્યો નહીં.એમણે પોતાના સમસ્ત કલામમાં પ્યાર અને મહોબ્બતને અગ્રિમતા આપી .એમને પોતાની શાયરીમાં ખુલ્લા મનથી લખ્યું છે.
મેં બનારસકા નિવાસી કાશી નગરકા ફકીર
હિન્દકા શાયર હું શિવજીકી રાજધાની કા સફીર
લેકે અપની ગોદમેં ગંગાને પાલા હૈ મુઝે
નામ હૈ મેરા નઝીર ઔર નેરી નગરી બેનઝીર
બેનઝીર-બીન તુલનાત્મક
એક મુસલમાન શાયર પોતાની થકાવટ દૂર કરવા માટે, જે જ્ગ્યાની શોધ આદરતો હતો તે ઘણું ધ્યાન દર્શક છે.
ઘાટ પર મંદિરોકે સાયેમેં બૈઠ કર દૂર કરતાહું થકાન
(ઈંકિલાબ-અનુ.વફા)

ગઝલ: (નઝમ) આ આખરી દીદાર છે–મુહમ્મદઅલી વફા
આ આંખ અશ્રુ ધાર છે
ભીના કફન ના તાર છે
ને મૌનની દીવાર છે
ક્યાં તે હવે રણકાર છે
આ આખરી દીદાર છે
દિલ મોત પર તારા રડે
ને અશ્રુનાં જામો ભરે
બસ યાદના દીપક જલે
જો મોતનો અસવાર છે
આ આખરી દીદાર છે
ત્યાં આખરી ચાદર ઢળે
ને આ જનાઝે ગુલ ચઢે
જો આભથી રહેમત ખરે
બસ આખરી અણસાર છે
આ આખરી દીદાર છે
આ આંખ કયાં ખુલ્લી રહી
કોઈ મતા શોધી રહી
ક્યાં આવશે કબરો મહીં
તુજ રબ તણો દરબાર છે
આ આખરી દીદાર છે
તુજ રબ તણી લીલા બધી
આ સાગરે જીવન તણી
કૈં કેટલા દિલમાં ચણી
તુજ આખરી દીદાર છે
આ આસિમ સુબેદાર છે
(તા.5ફેબ્રુ.જુમેરાત2009 10.00વાગ્યે સાંજના જ.આસિમ રાંદેરેનાનિ:ધન પર તા.9ફેબ્રુ.209ના રોજ લિખિત)
Posted in ગઝલ, નઝમ | Tags: asim randeri, આ આખરી દીદાર છે--મુહમ્મદઅલી વફા, આસિમ, કવિતા, ગઝલ, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, subedar mahmoodmiya mohammad imam
Bayans OF Hazarat Moulana Ahmed Laat Sahib 2nd,3rd,and 4th August 2008 at Toronto,Canada
Click The URL please
http://islamic-creed.com/2008%20Toronto,%20Canada%20Ijtimah%201.html


Posted in Bayan | Tags: Bayan, Moulana Ahmed Lat, Toronto
હું વર્ષોથી-ડેનિયલ વુલ્ફ
હું વર્ષોથી ઘરથી બહાર હતી
અને હવે દ્વાર સામે આવી ઉભી
અંદર પ્રવેશવાની હિંમત ન થઈ
આવું દ્રષ્ય પહેલાં મેં કદી નિહાળ્યું ન હતું
મારા ચિત્ત વનમાં કુતુહલથી શાંત રીતે જોયું
અને મે ત્યાં મારા હેતુ વિષે પ્રશ્ન કર્યો
મારી પ્રવુતિએ પણ, એક જીવન વેડફી નાંખ્યું છે
શું હવે તે મને પર્યાપ્ત થશે?
હું એ દહેશત પર નમી ગઈ
હું એની સાથે પહેલાં પણ સ્થગિત થઈ હતી
ક્ષણો સમંદરની ભરતીની જેમ વહી ગયાં
અને મારા કાન નજીક આવી તૂટે ગયાં
મેં એક તૂટેલ હાસ્ય વેર્યું
મને દ્વારની ભીતિ લાગતી હતી
બેબાકળા પણું મને ઘેરી વળ્યું
ડરથી હું કદી પાછી ફરી નથી
મેં બારણાની ખીંટી પકડી લીધી
ધ્રુજતા હાથોએ કાળજી પૂર્વક
એવું ન બને કે આ વિચિત્ર બારણું ઉછળે
અને મને ભોંય ભેગી કરી દે
પછી મેં આંગળીઓ ખસેડી લીધી
કાચ જેવી સાવધાનીથી
અને મેં મારા કાનો પકડી લીધા,ચોરની જેમ
અને હાંફતા હાંફતા ઘર તરફથી ભાગી ગઈ
(અંગ્રેજી પરથી અનુવાદ—વફા)
Posted in અછાંદસ, કવિતા | Tags: અછાંદસ, કવિતા, હું વર્ષોથી-ડેનિયલ વુલ્ફ
ગઝલ: શ્વાસ ચીતરે—મુહમ્મદઅલી વફા
કેટલીછે એમની અવકાત, ચીતરે
ભીંત પર એ વિણ કહી બસ વાત ચીતરે
હોય ક્યાં સાચા કદી એ રંગ એમના
જાત કાચીંડા તણી સો ભાત ચીતરે
તોડવા કાજે અહમ્ સૂરજ તણો અહીં
એ ધરા પર રંગ કાળો રાત ચીતરે
રકતની હોળી હમેશા ખેલવા અહીં
ખંજરોની પીઠ પર એ ઘાત ચીતરે
એક તીક્ષણ સોયથી ફૂટી જશે એતો
દેહના ફુગ્ગા ઉપર ક્યાં શ્વાસ ચીતરે
Posted in કવિતા, ગઝલ, છંદ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, શ્વાસ ચીતરે—મુહમ્મદઅલી વફા, Gujarati Gazhal, Muhammedali Wafa

ગઝલ: પાણી વહી ગયા-મુહમ્મદઅલી વફા
લોકો અહીંના કેટલા માયાળુ . થઈ .ગયા
ભૂખ્યો ન મરું હું એટલે તો વિષ દઈ ગયા
મારી કને તો ક્યાં હતું કોઈ પણ રમકડું
મારા પિતાની ખોપરી મુજને ધરી ગયા
એ વારતાનો સાર બસ રહ્યો છે એટલો
કાદવ બધો રહ્યો અને પાણી વહી ગયા
મઝધારમાં જયારે હતા જોખમ ઘણું હતું
આવી કિનારે એ બધા મોજાં શમી. ગયા
ખોવાયલો હું તો હતો મારા સફર મહીં
લોકો ચરણ પર મૃત ગણી ફૂલો ધરી ગયા.
નાહક હવે ડરશો નહીં એ રંગથી વફા
સર્પો બધા ચાલ્યા ગયા લિસોટા રહી ગયા
Posted in કવિતા, ગઝલ, છંદ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, ગઝલ: પાણી વહી ગયા-મુહમ્મદઅલી વફા, છંદ, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal, Muhammedali Wafa
આ આયના ઘરમાં-મુહમ્મદઅલી વફા
આ આયના ઘરમાં બધે તારી છબી પડઘાય છે
આ પ્રતિબિંબો પણ બધા તારાજ તો દેખાય છે
તારો બસેરો છે કણે કણ માં છતાં દેખાઈના
આ આંખ તારા રૂપ ને જોવા સતત હિજરાય છે
તારા મિલન નો આવશે હા એક દિન તો હે સખે
પણ આજ તો ઇચ્છા બધી સપના મહીં રોળાય છે
પાલવ થયો છે તંગ ઘણો આ આંખના દરબારનો
આ બાગનાં સર્વે ગુલે તારી સુ ગંધ ફેલાય છે
તારીજ લીલા છે બધી તારા વિના કો હોય ના
આ ચાંદ તારા સૂરજે બસ તું બધે ડોકાય છે
ઝૂરે વફા તું કયાં સુધી એના મિલનની આશમાં
ઘોરી નસો થી પણ વધારે એ નિકટ વર્તાય છે
Posted in કવિતા, ગઝલ, છંદ, શાયરી, શેર | Tags: આ આયના ઘરમાં-મુહમ્મદઅલી વફા, કવિતા, ગઝલ, છંદ, મુહમ્મદઅલી વફા, શાયરી, શેર, Gujarati Gazhal

હદથી વધુ—મુહમ્મદઅલી વફા
દર્દ આ છલકાય છે હદ થી વધુ
લાગણી છેદાય છે હદ થી વધુ
રૂપની અગ્નિ જીરવીના શક્યાં
દર્પણો તરડાય છે હદ થી વધુ
શી ખબર ક્યારે ટશર આ ફૂટી
કંટકો ભોંકાય છે હદ થી વધુ
માર્ગને ભૂલી ગયો જે દિશ થી
આ કદમ અટવાય છે હદથી વધુ
શ્વાસનાં પોલાણમાં રંગો ફૂટ્યા
ફૂલ આ મ્હેકાય છે હદ થી વધુ
જખ્મના આ અંગને ખોલો નહિ
ખંજરોવીંઝાય છે હદ થી વધુ
પાથરી તેં જાજમો જ્યાં જયાં અહિ
આ કદમ લથઠડાય છે હદથી વધુ
આ તરસને શું થયું આજે અહિ ?
જામતો છલકાય છે હદ થી વધુ
એક રસ્સી ઈશની છોડી જ્યાં
તું હવે પીંખાય છે હદ થી વધુ
પાંખ ને કર વજ્ર સમ બુલબુલ અહિ
આભ ઊંચું થાય છે હદ થી વધુ
ઝાંઝવા પાછળ વફા ક્યાં દોડ્યો
દૂર એ ઠેલાય છે હદ થી વધુ
Posted in કવિતા, ગઝલ, છંદ, શાયરી, શેર | Tags: કવિતા, ગઝલ, છંદ, શાયરી, શેર, હદથી વધુ—મુહમ્મદઅલી વફા, Gujarati Gazhal, Muhamedali Wafa

રીટા અને વચ્ચે બંદૂક—મેહમુદ દરવેશ(અરબી કવિ)
(અછાંદસ)
રીટા અને મારી આંખો વચ્ચે
એક બંદૂક ઊભી છે
જે કોઈ પણ રીટાને ઓળખે છે
તે ઘુંટણિયે પડી પ્રાથના કરે છે
તે મીઠાશ ઘોળેલી આંખ ના દેવત્વ માટે
અને મેં રીટાને ચૂમી
એની મુગ્ધા અવસ્થામાં
અને મને એની સ્મૃતિ છે કે તે કેવી રીતે તેનું આગમન થતું
અને તેના રેશમી ઝૂલ્ફોને માર હાથ વીંટળાય જતા
અને હું રીટાને સ્મરું છું
અમાર વચ્ચે લખો ચકલીઓ અને પ્રતિબિંબો હતા
અને ઘણા મિલન સ્થળો
બંદૂકથી વિંધાયલા
રીટાનું નામ મારા માટે મારા મોઢામાં ગળપણ હતું
રીટાનો દેહ મારા રક્તમાં લગ્નસમારોહ હતો
અને હું રીટામાં બે વર્ષ ખોવાયલો રહ્યો
અને એ બે વર્ષો સુધી મારા હાથો પર સુતી રહી
અને અમે વચનો લીધાં
સુંદર સુરાની પ્યાલીઓના ટકરાવ સાથે
અને અમે અમારા હોઠની સુરાની અગ્નિમાં ખાખ થઈ ગયાં
અને ફરી અમે પુનર્જન્મ લીધો
આહ,રીટા!
આ બંદૂક તારી અને મારી આંખ વચ્ચે શું કરી શકત?
એક કે બે અલ્પ નિંદ્રા, અથવા મધુ રંગના વાદળો
એક સમયે
આહ! તે સંધ્યાની શાંતિ
એક સવારમાં મારો ચન્દ્ર ,કોઈ દૂર સ્થળે હિજરત કરી ગયો
પેલી મધુ રંગોની આંખો પ્રતિ
અને નગરમાંથી બધા ગીતકારો બહાર ફેંકાય ગયા
અને રીટા!
રીટા અને મારી આંખો વચ્ચે
પેલી બંદૂક.
(અંગ્રેજી પરથી અનુવાદ-વફા)
Posted in કવિતા | Tags: અછાંદસ, કવિતા, રીટા અને વચ્ચે બંદૂક—મેહમુદ દરવેશ, Mehmood darvesh

ગઝલ
કંટકો ખૂંપી ગયા —મુહમ્મદઅલી વફા
પ્રેમનાં જ્યાં તાંતણા તૂટી ગયાં
બાગમાં ત્યાં ઝાંખરાં ઊગી ગયાં
દર્દના સિક્કા બધા બોદા હતા
આંખમાં પાણી જરા ખૂટી ગયાં
આ અમાસે કેમ વર્ષાયાં નહીં
વાદળોનાં હેત પણ રૂઠી ગયાં
ઝાડ પોલાં જ્યાં સબંધોના થયા
પ્રેમના પક્ષી બધા ઊડી ગયાં
દિલ તણી મસ્તી અજબ કૈં ચીજ છે
જામ ખાલી છે છતાં ઝૂમી ગયા
છે અમારી ચાલતો મુખલિસ વફા
તોય ઈર્ષા કંટકો ખૂંપી ગયા
Posted in ગઝલ | Tags: Gazhal Gujarati, KantakoKhunpiGaya, Muhammedali Wafa, poem, Poetry
કાંટાની ડાળી— મુહમ્મદઅલી વફા
અમે યાદ એની એ રીતે ભાળી
નસે નસ અમારી કાંટાની ડાળી
વહેંચી શકું હું દરદોના ફૂલો
ધરીદે મને કો’ હૈયાની થાળી
અમે સાચવીતી મિલનોની સધ્યા
અને સૂરજે ત્યાં દીધી હાથ તાળી
અમારી ગઝલ ક્યાં રમત શબ્દો ની છે
લખીછે અમેતો હૃદય બાળી બાળી
ધરે ચાંદ તારા દીપો આભ ઉપર
વફા રાત તોયે રે’વાની કાળી
Posted in કવિતા, ગઝલ, શાયરી, શેર | Tags: કવિતા, કાંટાની ડાળી--- મુહમ્મદઅલી વફા, ગઝલ, શાયરી, શેર, Kantani Thari, Muhammedali Wafa
વસંતનું આગમન—મુહમ્મદઅલી વફા
વસંતની ચમનમાં અઝાં થઈ રહી છે
હવે ડાળકીઓ જવાં થઈ રહી છે
બરફના પહેરણ હવેતો ફગાવો
ગરમ આ બધે બધ ધરા થઈ રહી છે
બધા પાંદડા પર વહેછે જવાની
નસેનસ ગુલોની શમાં થઈ રહી છે